ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જુલાઇ 23, 2025 1:30 પી એમ(PM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બ્રિટન અને માલદીવની 4 દિવસની સત્તાવાર મુલાકાતે રવાના થયા.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બ્રિટન અને માલદીવની 4 દિવસની સત્તાવાર મુલાકાતે રવાના થયા.
પ્રથમ તબક્કામાં, શ્રી મોદી બે દિવસની મુલાકાતે યુકે જશે. નવી દિલ્હીમાં મીડિયાને માહિતી આપતા, વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ જણાવ્યું હતું કે, શ્રી મોદી તેમના બ્રિટિશ સમકક્ષ કીર સ્ટારમર સાથે ચર્ચા કરશે અને રાજા ચાર્લ્સ રાજા ત્રીજાને મળશે.
આ મુલાકાતમાં ભારત-યુકે વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીની સમીક્ષાનો સમાવેશ થશે, જેમાં ખાસ કરીને સંરક્ષણ અને સુરક્ષા, વેપાર અને અર્થતંત્ર, ટેકનોલોજી અને નવીનતા, આબોહવા કાર્યવાહી, આરોગ્ય, શિક્ષણ અને લોકો વચ્ચેના સંબંધોમાં સહયોગ પર ભાર મૂકવામાં આવશે.
ભારત અને યુકે વચ્ચે મુક્ત વેપાર કરાર પર હસ્તાક્ષર કરવા અંગે, વિદેશ સચિવે કહ્યું કે દ્વિપક્ષીય વેપાર કરાર એના અંતિમ તબક્કામાં છે.
આકાશવાણી ન્યૂઝ સાથે વાત કરતા, બ્રિટનમાં ભારતના ઉચ્ચ કમિશનર વિક્રમ કુમાર દોરાઈ સ્વામીએ જણાવ્યું હતું કે પ્રધાન મોદીની આગામી મુલાકાત બંને દેશો માટે ફાયદાકારક રહેશે. તેમણે ઉમેર્યું હતું કે મુક્ત વેપાર પર ભવિષ્યના કરારની બંને અર્થતંત્રો પર સકારાત્મક અસર પડશે.