પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ મંગળવારે બ્રુનેઈ અને સિંગાપોરની ત્રણ દિવસની મુલાકાતે જશે. ગઈકાલે મીડિયાને માહિતી આપતા વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે બ્રુનેઈના સુલતાન હાજી હસનલ બોલ્કિયાના આમંત્રણ પર પ્રધાનમંત્રી ત્રીજી સપ્ટેમ્બરે બ્રુનેઈ દારુસલામની મુલાકાત લેશે. શ્રી જયસ્વાલે કહ્યું કે ભારતીય પ્રધાનમંત્રી દ્વારા તે દેશની આ પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત હશે. પ્રવક્તાએ કહ્યું કે પ્રધાનમંત્રીની આ મુલાકાત ભારત અને બ્રુનેઈ વચ્ચે રાજદ્વારી સંબંધોની સ્થાપનાની 40મી વર્ષગાંઠના અવસર પર થઈ રહી છે.
શ્રી જયસ્વાલે કહ્યું કે શ્રી મોદી મુલાકાતના બીજા તબક્કામાં સિંગાપોરના પ્રધાનમંત્રી લોરેન્સ વોંગના આમંત્રણ પર બુધવારે સિંગાપોર પહોંચશે.
દરમ્યાન વિદેશ મંત્રાલયે બાંગ્લાદેશમાં પૂરની સ્થિતિ અંગેના મીડિયા અહેવાલને ફગાવી દીધો હતો જેમાં ભારતને તેના માટે જવાબદાર ઠેરવવામાં આવ્યું છે. એક પ્રશ્નના જવાબમાં પ્રવક્તાએ તેની અસત્ય ગણાવ્યું અને કહ્યું કે વિદેશ મંત્રાલય દ્વારા આ અંગે કાર્યવાહી કરવામાં આવી ચુકી છે. તેમણે કહ્યું કે મીડિયા રિપોર્ટ એ હકીકતની અવગણના કરે છે કે ભારત જળ સંસાધન વ્યવસ્થાપન માટે વર્તમાન સંયુક્ત તંત્ર દ્વારા બાંગ્લાદેશ સાથે નિયમિત, સમયસર અને મહત્વપૂર્ણ માહિતીની આપલે કરે છે.
યુક્રેન અંગેના એક પ્રશ્નના જવાબમાં શ્રી જયસ્વાલે કહ્યું કે જ્યાં સુધી ભારતનો સંબંધ છે ત્યાં સુધી નવી દિલ્હીને કિવ સાથે દ્વિપક્ષીય ચર્ચાઓ દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે, જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની તાજેતરની ઉચ્ચ સ્તરીય મુલાકાતનો સમાવેશ થાય છે. તેમણે કહ્યું કે ભારત માને છે કે આ મુલાકાત મજબૂત દ્વિપક્ષીય સંબંધો માટે માર્ગ મોકળો કરશે અને યુક્રેન સંઘર્ષના શાંતિપૂર્ણ ઉકેલની સંભાવના પર ચર્ચાઓને સરળ બનાવશે.
Site Admin | ઓગસ્ટ 31, 2024 9:25 એ એમ (AM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ મંગળવારે બ્રુનેઈ અને સિંગાપોરની ત્રણ દિવસની મુલાકાતે જશે
