પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે બ્રિટનના પ્રવાસે જશે.બે દિવસના પ્રવાસ દરમિયાન તેઓ બ્રિટનના પ્રધાનમંત્રી કીર સ્ટાર્મર સાથે ચર્ચાકરશે. તેમજ કિન્ગ ચાર્લ્સ ત્રીજા સાથે મુલાકાત કરશે. વિદેશ સચિવ વિક્રમ મિસરીએ આજે નવી દિલ્હીમાં પત્રકારોને કહ્યું, પ્રધાનમંત્રી મોદી ભારત અને બ્રિટનના દિગ્ગજ ઉદ્યોગપતિઓ સાથે પણ સંવાદ કરશે. તેમણે કહ્યું, શ્રી મોદીની બ્રિટનનો આ ચોથો પ્રવાસ હશે.
પ્રધાનમંત્રી પ્રવાસના બીજા તબક્કામાં માલદીવના રાષ્ટ્રપ્રમુખ ડૉક્ટર મોહમ્મદ મુઈઝ્ઝૂના નિમંત્રણ પર શુક્રવારથી શનિવાર સુધી માલદીવનો રાજકીય પ્રવાસ કરશે. વિદેશ સચિવે કહ્યું, પ્રધાનમંત્રી શનિવારે માલદીવના સ્વતંત્રતાની 60-મી વર્ષગાંઠ સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે. પ્રધાનમંત્રીની માલદીવનો આ ત્રીજો પ્રવાસ હશે.દરમિયાન શ્રી મોદી શ્રી મુઈઝૂ સાથે બેઠક યોજશે અને માળખાગત પરિયોજનાઓનું લોકાર્પણ કરશે.
Site Admin | જુલાઇ 22, 2025 7:20 પી એમ(PM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલથી બે દિવસ બ્રિટનના પ્રવાસે.
