ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જુલાઇ 20, 2025 7:38 પી એમ(PM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ મહિનાની 23 થી 26 તારીખ સુધી બ્રિટન અને માલદીવની મુલાકાતે જશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ મહિનાની 23 થી 26 તારીખ સુધી બ્રિટન અને માલદીવની મુલાકાત લેશે. શ્રી મોદી બ્રિટનના પ્રધાનમંત્રી કીર સ્ટાર્મરના આમંત્રણ પર બ્રિટનમાં રહેશે. આ પ્રધાનમંત્રી મોદીની બ્રિટનની ચોથી મુલાકાત હશે. આ દરમિયાન, તેઓ ભારત-બ્રિટન સંબંધોના તમામ પાસાઓ પર વ્યાપક ચર્ચા કરશે. બંને નેતાઓ પ્રાદેશિક અને વૈશ્વિક મહત્વના મુદ્દાઓ પર પણ ચર્ચા કરશે.
પ્રધાનમંત્રી મોદી માલદીવના રાષ્ટ્રપતિ ડૉ. મોહમ્મદ મુઇઝુના આમંત્રણ પર આ મહિનાની 25 તારીખથી માલદીવની બે દિવસની મુલાકાતે રહેશે. માલદીવની આ પ્રધાનમંત્રીની ત્રીજી મુલાકાત હશે. માલદીવની આઝાદીની 60મી વર્ષગાંઠની ઉજવણીમાં શ્રી મોદી મુખ્ય મહેમાન બનશે. આ દરમિયાન, તેઓ માલદીવના રાષ્ટ્રપતિ સાથે પરસ્પર હિતના મુદ્દાઓ પર ચર્ચા કરશે. બંને નેતાઓ ‘વ્યાપક આર્થિક અને દરિયાઈ સુરક્ષા ભાગીદારી’ માટે ભારત-માલદીવ સંયુક્ત વિઝનના અમલીકરણમાં થયેલી પ્રગતિની પણ સમીક્ષા કરશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.