પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે પશ્ચિમ બંગાળના દુર્ગાપુર ખાતે 5,000 કરોડ રૂપિયાથી વધુના અનેક વિકાસ પરિયોજનાનું ખાતમુહૂર્ત, અને લોકાર્પણ કર્યું. સભાને સંબોધતા, પ્રધાનમંત્રીએ કહ્યું આ પરિયોજના રાજ્યની કનેક્ટિવિટીમાં નોંધપાત્ર વધારો કરશે, ગેસ આધારિત પરિવહનને વેગ આપશે અને ગેસ આધારિત અર્થતંત્રને ટેકો આપશે. તેમણે કહ્યું કે આ પહેલ દ્વારા આ સ્ટીલ સિટીની ઓળખ વધુ મજબૂત બનશે. તેમણે એ પણ નોંધ્યું કે પશ્ચિમ બંગાળ દેશના એવા રાજ્યોમાંનું એક છે જ્યાં વંદે ભારત ટ્રેનો નોંધપાત્ર સંખ્યામાં કાર્યરત છે. શ્રી મોદીએ કહ્યું કે દુર્ગાપુર માત્ર સ્ટીલ સિટી જ નહીં પરંતુ ભારતના કાર્યબળનું મુખ્ય કેન્દ્ર પણ છે અને દેશના વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.
Site Admin | જુલાઇ 18, 2025 7:57 પી એમ(PM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળમાં 5 હજાર કરોડ રૂપિયાથી વધુના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું