પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, રોજગાર મેળો યુવાનોને સશક્ત બનાવવા અને વિકસિત ભારતના નિર્માણમાં તેમને ઉદ્દીપક બનાવવાની સરકારની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે.તેમણે જણાવ્યું કે, વિશ્વ સ્વીકારે છે કે ભારત પાસે બે અમર્યાદિત શક્તિઓ છે, એક વસ્તી વિષયક અને બીજી લોકશાહી. પ્રધાનમંત્રી ગઈકાલે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા 16માં રોજગાર મેળામાં વિવિધ સરકારી વિભાગોમાં નવનિયુક્ત યુવાનોને 51 હજારથી વધુ નિમણૂક પત્રોનું વિતરણ કર્યા પછી બોલી રહ્યા હતા.પ્રધાનમંત્રીએ ભારતમાં સામાજિક સુરક્ષા અને રોજગારની તકોમાં વધારો થયો હોવાના આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠનનાં અહેવાલને ટાંક્યો હતો.ખાનગી ક્ષેત્રમાં રોજગારીની નવી તકો ઊભી કરવા પર સરકારનું ધ્યાન કેન્દ્રિત કરવા અંગે પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, સરકારે તાજેતરમાં રોજગાર સંલગ્ન પ્રોત્સાહન યોજના નામની નવી યોજનાને મંજૂરી આપી છે. તેમણે ઉમેર્યું હતું કે, આ પહેલ માટે સરકારે આશરે એક લાખ કરોડ રૂપિયાની ફાળવણી કરી છે અને આ યોજનાથી આશરે 3.5 કરોડ નોકરીઓનું સર્જન કરવામાં મદદ મળશે.
Site Admin | જુલાઇ 13, 2025 8:41 એ એમ (AM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે રોજગાર મેળો યુવાનોને સશક્ત બનાવવાની સરકારની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે