જુલાઇ 12, 2025 7:54 પી એમ(PM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિવિધ સરકારી વિભાગોમાં નવનિયુક્ત યુવાનોને 51 હજારથી વધુ નિમણૂક પત્રોનું વિતરણ કર્યું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, રોજગાર મેળો યુવાનોને સશક્ત બનાવવા અને વિકસિત ભારતના નિર્માણમાં તેમને ઉત્પ્રેરક બનાવવાની સરકારની પ્રતિબદ્ધતાને દર્શાવે છે. તેમણે કહ્યું કે આજે વિશ્વ સ્વીકારે છે કે ભારત પાસે બે અમર્યાદિત શક્તિઓ છે, એક વસ્તી વિષયક અને બીજી લોકશાહી. પ્રધાનમંત્રીએ આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વિવિધ સરકારી વિભાગોમાં નવનિયુક્ત યુવાનોને 51 હજારથી વધુ નિમણૂક પત્રોનું વિતરણ કર્યા પછી 16મા રોજગાર મેળામાં સંબોધન કર્યું.
નવ નિયુક્ત યુવાનોને અભિનંદન આપતા શ્રી મોદીએ કહ્યું કે સરકારની રોજગાર મેળાની પહેલથી લાખો યુવાનોએ કેન્દ્ર સરકારમાં કાયમી નોકરીઓ મેળવી લીધી છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.