પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા વિવિધ સરકારી વિભાગોમાં નવ નિયુક્ત યુવાનોને 51 હજારથી વધુ નિમણૂક પત્રોનું વિતરણ કર્યું. ત્યારે આજે રાજ્યમાં અનેક જિલ્લામાં મંત્રીઓ રોજગાર મેળામાં જોડાયા. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય સ્મારક ખાતે આયોજિત રોજગાર મેળા દરમિયાન નિમણૂક પત્રોનું વિતરણ કર્યું. આ પ્રસંગે શ્રી માંડવિયાએ સંબોધન કર્યું હતું.
કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલ વડોદરામાં રોજગાર મેળામાં ઉપસ્થિત રહ્યા. જ્યારે કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણીયાએ રાજકોટમાં આયોજિત રોજગાર મેળામાં કહ્યું, આજે, યુવાનોને રેલવે, ટપાલ સેવાઓ અને બેંક જેવા મહત્વપૂર્ણ વિભાગોમાં સેવા આપવાની તક મળી છે. તેઓ નવા ભારતની ઓળખ દર્શાવે છે.