પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા વિવિધ સરકારી વિભાગો અને સંગઠનોમાં 51 હજારથી વધુ યુવાનોને નિમણૂક પત્રો એનાયત કરશે. તેઓ આ પ્રસંગે યુવાનોને સંબોધન પણ કરશે. આ કાર્યક્રમ સરકારના રોજગાર મેળા અભિયાનનો એક ભાગ છે.રોજગાર મેળો રોજગાર સર્જનને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવાની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રતિબદ્ધતાને પૂર્ણ કરવા તરફ એક પગલું છે. રોજગાર મેળો યુવાનોને સશક્ત બનાવવામાં અને રાષ્ટ્ર નિર્માણમાં તેમની ભાગીદારી માટે અર્થપૂર્ણ તકો પૂરી પાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.
Site Admin | જુલાઇ 12, 2025 7:57 એ એમ (AM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા દેશભરના 51 હજારથી વધુ યુવાનોને નિમણૂક પત્રો એનાયત કરશે