જુલાઇ 9, 2025 2:07 પી એમ(PM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમના પાંચ દેશોના પ્રવાસના અંતિમ તબક્કામાં નામિબિયાના વિન્ડહોક પહોંચ્યા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમના પાંચ દેશના પ્રવાસના અંતિમ તબક્કામાં નામિબિયાના રાજધાની વિન્ડહોક પહોંચ્યા હતા. હવાઇમથક પર નામિબિયાના આંતરરાષ્ટ્રીય સંબંધો અને વેપાર મંત્રી સેલ્મા આશીપાલા-મુસાવીએ તેમનું સ્વાગત કર્યું. તેમના આગમન પર શ્રી મોદીનું ઔપચારિક સ્વાગત કરાયું. તેમના સ્વાગતમાં પરંપરાગત ગરબા પણ રજૂ કરાયા હતા..
સોશિયલ મીડિયા સંદેશમાં, શ્રી મોદીએ કહ્યું કે, નામિબિયા એક મહત્વનું અને વિશ્વસનીય આફ્રિકન ભાગીદાર છે જેની સાથે ભારત દ્વિપક્ષીય સહયોગ વધારવા તત્પર છે. તેમણે કહ્યું કે તેઓ રાષ્ટ્રપ્રમુખ ડૉ. નેતુમ્બો નંદી-નદૈતવાહને મળવા અને આજે નામિબિયાની સંસદને સંબોધવા માટે તેઓ આતુર છે.
પ્રધાનમંત્રી મોદી નામિબિયાના રાષ્ટ્રપ્રમુખ આમંત્રણ પર નામિબિયા પહોંચ્યા છે. પ્રધાનમંત્રી મોદીની આ દેશની પ્રથમ મુલાકાત છે, અને ભારતના પ્રધાનમંત્રીની ગત ત્રણ દાયકા બાદની નામિબિયાની આ ત્રીજી મુલાકાત છે,
તેમની મુલાકાત દરમિયાન, પ્રધાનમંત્રી મોદી રાષ્ટ્રપ્રમુખ સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે. તેઓ નામિબિયાના પ્રથમ રાષ્ટ્રપ્રમુખ, સ્વર્ગસ્થ ડૉ. સામ નુજોમાને પણ શ્રદ્ધાંજલિ આપશે. શ્રી મોદી આજે સાંજે નામિબિયાની સંસદમાં સંબોધન કરશે પ્રધાનમંત્રીની આ મુલાકાત નામિબિયા સાથે ભારતના બહુપક્ષીય અને ઐતિહાસિક સંબંધોને વધુ ગાઢ બનાવશે.