ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

જુલાઇ 9, 2025 9:28 એ એમ (AM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નામિબિયાના રાષ્ટ્રપ્રમુખના આમંત્રણ પર વિન્ડહોક પહોંચશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પાંચ દેશની તેમની મુલાકાતના અંતિમ તબક્કામાં, આજે નામિબિયાના રાષ્ટ્રપ્રમુખ નેતુમ્બો નંદી-નદૈતવાહના આમંત્રણ પર વિન્ડહોક પહોંચશે. શ્રી મોદીની આ દેશની પ્રથમ મુલાકાત છે. જ્યાં તેઓનું ઔપચારિક સ્વાગત કરવામાં આવશે, જે પછી બંને દેશો વચ્ચે આર્થિક ભાગીદારીને વધુ ગાઢ બનાવવા માટે પ્રતિનિધિમંડળ સ્તરની વાટાઘાટો થશે.
ઉર્જા સુરક્ષા, આરોગ્ય અને ફાર્મા જેવા વિવિધ મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં સહયોગ વધારવા માટે બંને દેશો વચ્ચે અનેક સમજૂતી કરારોની આપ-લે થવાની અપેક્ષા છે. મુલાકાત દરમિયાન, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને નામિબિયાનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર એનાયત કરવામાં આવશે. એક દિવસ પછી શ્રી મોદી નામિબિયાની સંસદમાં સંબોધન પણ કરવાના છે.