જુલાઇ 8, 2025 1:29 પી એમ(PM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની બ્રાઝીલ મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચે ચાર કરાર પર હસ્તાક્ષર થશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બ્રાસિલિયામાં બ્રાઝિલના રાષ્ટ્રપ્રમુખ લુઇઝ ઇનાસિયો લુલા દા સિલ્વા સાથે વાતચીત કરશે. ભારતના પ્રધાનમંત્રીની મુલાકાત દરમિયાન બંને દેશ ચાર કરારો પર હસ્તાક્ષર થાય તેવી શક્યતા છે…
શ્રી મોદી રિયો ડી જાનેરોમાં 17મા બ્રિક્સ સંમેલનમાં હાજરી આપ્યા બાદ ગત રાત્રે રાજ્ય મુલાકાતે બ્રાસિલિયા પહોંચ્યા હતા.
બ્રાઝિલની રાજધાનીમાં પહોંચતા પ્રવાસલી ભારતીય સભ્યો દ્વારા પ્રધાનમંત્રીનું ઉષ્માભર્યું સ્વાગત કરાયું હતું. આ સ્વાગતથી પ્રભાવિત થઈને, પ્રધાનમંત્રી મોદીએ તેને “યાદગાર સ્વાગત” ગણાવ્યું અને પ્રવાસી ભારતીયોને તેમના મૂળ સાથે જોડાયેલા રહેવા બદલ અભિનંદન આપ્યા હતા.
પ્રધાનમંત્રીએ કહ્યું કે તેમની બ્રાઝિલ મુલાકાતનો તબક્કો ઘણો ફળદાયી રહ્યો. સોશિયલ મીડિયા સંદેશમાં, શ્રી મોદીએ કહ્યું બ્રિક્સ સંમેલનમાં તેમની સાથે વ્યાપક ચર્ચા થઈ હતી. તેમણે આ મંચને વધુ અસરકારક બનાવવા તેમના બ્રિક્સ પ્રેસિડેન્સી દ્વારા કરાયેલા કાર્ય માટે બ્રાઝિલના રાષ્ટ્રપ્રમુખ અને બ્રાઝિલ સરકારની પ્રશંસા કરી. તેમણે ઉમેર્યું વિશ્વ નેતાઓ સાથેની તેમની દ્વિપક્ષીય બેઠકો વિવિધ દેશો સાથે ભારતની મિત્રતાને પણ વધુ વેગ આપશે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.