જુલાઇ 8, 2025 7:52 એ એમ (AM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બ્રાઝિલના રાષ્ટ્રપ્રમુખ લુઇઝ ઇનાસિયો લુલા દા સિલ્વા સાથે બ્રાઝિલિયામાં વાતચીત કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બ્રાઝિલના રાષ્ટ્રપ્રમુખ લુઇઝ ઇનાસિયો લુલા દા સિલ્વા સાથે બ્રાઝિલિયામાં વાતચીત કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વહેલી સવારે બ્રાઝિલની સત્તાવાર મુલાકાત માટે બ્રાઝિલિયા પહોંચ્યા હતા. એરપોર્ટ પર બ્રાઝિલના સંરક્ષણ મંત્રી જોસ મ્યુસિઓ મોન્ટેરો ફિલ્હોએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. તેઓ 6થી 7 જુલાઈ દરમિયાન રિયો ડી જાનેરોમાં બે દિવસીય બ્રિકસ શિખર સંમેલનમાં ભાગ લીધા બાદ બ્રાઝિલિયા પહોંચ્યા હતા. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે સોશિયલ મીડિયા પર જણાવ્યું કે, ભારત-બ્રાઝિલની સ્થિર ભાગીદારીમાં નવી પ્રગતિ સાધતા પ્રધાનમંત્રી મોદી રાજધાની શહેરમાં પહોંચ્યા હતા. તેમણે ઉમેર્યું કે, પીએમ મોદીનું સ્વાગત પરંપરાગત બ્રાઝિલિયન સામ્બા રેગે પ્રસ્તુતિ દ્વારા આનંદકારક રીતે સંગીતમય કરવામાં આવ્યું હતું.પ્રધાનમંત્રી મોદીએ બ્રાઝિલના તેમના રિયો તબક્કાને ખૂબ જ ફળદાયી ગણાવ્યો હતો. તેમણે સોશિયલ મીડિયા સંદેશમાં જણાવ્યું કે, તેમણે બ્રિકસ શિખર સંમેલનમાં વિસ્તૃત ચર્ચા કરી હતી. તેમણે બ્રાઝિલના રાષ્ટ્રપ્રમુખ અને બ્રાઝિલની સરકારને આ મંચને વધુ અસરકારક બનાવવા માટે તેમની બ્રિક્સ પ્રેસિડેન્સી દ્વારા કરવામાં આવેલા કાર્ય માટે પ્રશંસા કરી હતી. તેમણે ઉમેર્યું કે, વિશ્વના નેતાઓ સાથેની તેમની દ્વિપક્ષી બેઠકો વિવિધ રાષ્ટ્રો સાથે ભારતની મિત્રતાને વેગ આપશે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.