જુલાઇ 7, 2025 8:10 પી એમ(PM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, કોઈ પણ દેશે પોતાના સ્વાર્થ માટે ટેક્નોલૉજીનો ઉપયોગ હથિયાર તરીકે ન કરવો જોઈએ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, કોઈ પણ દેશે પોતાના સ્વાર્થ માટે મહત્વના ખનીજ, ટેક્નોલૉજી અને પૂરવઠા શ્રેણીનો ઉપયોગ હથિયાર તરીકે ઉપયોગ ન કરવો જોઈએ.
બ્રાઝિલના રિયો ડી જાનેરોમાં બ્રિક્સ શિખર સંમેલનમાં સંવાદ સત્રમાં શ્રી મોદીએ કહ્યું, મહત્વના ખનીજો અને ટેક્નોલૉજી ક્ષેત્રે વધારે સહકારની સાથે પૂરવઠા શ્રેણીઓને સલામત અને સ્થિતિસ્થાપક બનાવવા પર ધ્યાન આપવાની જરૂર છે. તેમણે કહ્યું, બ્રિક્સ ન્યૂ ડેવલપમૅન્ટ બૅન્ક પરિયોજનામાં માગ આધારિત નિર્ણય લેવા, નાણાકીય સ્થિરતા અને સારી ક્રેડિટ રેટિંગ જાળવી રાખવા પર ધ્યાન કેન્દ્રીત થવું જોઈએ.
પ્રધાનમંત્રીએ કહ્યું, 21મી સદીમાં લોકોના વિકાસ અને કલ્યાણ માત્ર હદ સુધી ટેક્નોલૉજી, ખાસ કરીને કૃત્રિમ બુદ્ધિમત્તા- A.I. પર નિર્ભર છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.