પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શિખર સંમેલનથી અલગ મલેશિયાના પ્રધાનમંત્રી અનવર ઇબ્રાહીમ સાથે મુલાકાત કરી હતી. બંને નેતાઓએ ભારત-મલેશિયા સર્વગ્રાહી વ્યૂહાત્મક ભાગીદારીનાં વિવિધ મુદ્દાઓની સમીક્ષા કરી હતી.
શ્રી મોદીએ ક્યુબાના પ્રમુખ મિગ્યુએલ ડિયાઝ-કેનેલ બર્મુડેઝ સાથે પણ મુલાકાત કરી હતી. બંને નેતાઓએ આર્થિક સહકાર, બાયોટેકનોલોજી, ફાર્મા, આયુર્વેદ અને પરંપરાગત દવાઓ, ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને યુપીઆઇ સહિતનાં ક્ષેત્રોમાં ભારત-ક્યુબા સંબંધો મુદ્દે અભિપ્રાયોની આપલે કરી હતી.
Site Admin | જુલાઇ 7, 2025 8:40 એ એમ (AM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શિખર સંમેલનથી અલગ મલેશિયાના પ્રધાનમંત્રી અનવર ઇબ્રાહીમ સાથે મુલાકાત કરી