જુલાઇ 6, 2025 1:28 પી એમ(PM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બ્રાઝિલમાં દ્વિપક્ષીય બેઠકોમાં ભાગ લેશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 17-મા બ્રિક્સ શિખર સંમેલનમાં ભાગ લેવા આજે બ્રાઝિલના રિયો ડી જાનેરો ખાતે પહોંચ્યા છે. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી મોદીએ કહ્યું, તેઓ અનેક મહત્વના ક્ષેત્રોમાં ભારત અને બ્રાઝિલ વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીનું વિસ્તરણ કરવા રાષ્ટ્રપ્રમુખ લુઈઝ ઈનાશિયો લુલા દી સિલ્વા સાથે વાતચીત કરવા ઉત્સુક છે.
બ્રાઝિલમાં ભારતીય મૂળના લોકો અને ત્યાં કામ કરતા ભારતીય સમુદાયે પ્રધાનમંત્રીનું ભવ્ય સ્વાગત કર્યું. પ્રધાનમંત્રી આજે સાંજે બ્રિક્સની કાર્યસૂચિ પર ચર્ચા કરશે અને દ્વિપક્ષીય બેઠકોમાં પણ ભાગ લેશે. પ્રસ્તુત છે
આ પહેલા પ્રધાનમંત્રીએ આર્જેન્ટિનાના રાષ્ટ્રપ્રમુખ જૅવિયર મિલેઈની સાથે ગઈકાલે સાર્થક બેઠક યોજી. બંને નેતાઓ વચ્ચે બેઠક બાદ પ્રતિનિધિ મંડળ સ્તરનો સંવાદ કર્યો. બંને દેશ વાણિજ્ય અને વેપાર, ટેક્નોલૉજી અને ઔષધ ક્ષેત્ર સહિતના મુખ્ય ક્ષેત્રોમાં સહકાર વધારવા અને વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત કરવા પર સંમેત થયા.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.