જુલાઇ 5, 2025 8:25 પી એમ(PM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આર્જેન્ટિનાની મુલાકાત દરમિયાન મહાન સ્વાતંત્ર્ય સેનાની જોશ ડે સૈન માર્ટિનની પ્રતિમાને શ્રદ્ધાંજલી અર્પી

ત્રિનિદાદ અને ટોબેગોની સફળ મુલાકાત બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે પાંચ દેશોની મુલાકાતના ત્રીજા તબક્કામાં આર્જેન્ટિનાની રાજધાની બ્યુનોસ એરેસ પહોંચ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આર્જેન્ટિનાના મહાન સ્વાતંત્ર્ય સેનાની અને રાષ્ટ્રીય નાયક જનરલ જોશ ડે સૈન માર્ટીનની પ્રતિમાને શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી.
મુલાકાતનો ઉદ્દેશ્ય ગ્લોબલ સાઉથ સાથે ભારતના સંબંધોને મજબૂત બનાવવાનો છે. બ્યુનોસ એરેસ પહોંચતા ભારતીય સમુદાય દ્વારા પ્રધાનમંત્રી મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. અમારા સંવાદદાતાએ અહેવાલ આપ્યો છે કે પ્રધાનમંત્રી વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવવા અને સહયોગના માર્ગો ખોલવા માટે આર્જેન્ટિનાના રાષ્ટ્રપતિ જાવિયર માઇલી સાથે વાતચીત કરશે. આ વાતચીત મુખ્યત્વે મહત્વપૂર્ણ ખનિજોમાં સહયોગ અને ઉર્જા સુરક્ષા જેવા વિષયો પર કેન્દ્રિત થવાની સંભાવના છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.