પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે જાહેરાત કરી હતી કે ત્રિનિદાદ અને ટોબેગોમાં રહેતા ભારતીય મૂળના નાગરિકોની છઠ્ઠી પેઢી હવે ઓવરસીઝ સિટીઝન ઓફ ઈન્ડિયા (OCI) કાર્ડ માટે પાત્ર બનશે. આનાથી તેઓ કોઈપણ પ્રતિબંધ વિના ભારતમાં રહી શકશે અને કામ કરી શકશે.
આજે સવારે ત્રિનિદાદ અને ટોબેગોમાં એક કાર્યક્રમને સંબોધતા શ્રી મોદીએ ભારતીય સમુદાયને તેમના પૂર્વજોની ભૂમિની મુલાકાત લેવા અને ભારત સાથેના સંબંધોને વધુ ગાઢ બનાવવા માટે પ્રોત્સાહિત કર્યા.
શ્રી મોદીએ ત્રિનિદાદ અને ટોબેગોને UPI અપનાવનાર કેરેબિયન ક્ષેત્રમાં પ્રથમ દેશ બનવા બદલ અભિનંદન આપ્યા. તેમણે કહ્યું કે UPI અપનાવવું માત્ર ત્રિનિદાદ અને ટોબેગો માટે જ નહીં પરંતુ ભારત માટે પણ ફાયદાકારક છે.
ત્રિનિદાદ અને ટોબેગોના પ્રધાનમંત્રી કમલા પ્રસાદ-બિસેસરે જાહેરાત કરી છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને કેરેબિયન દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન ‘ધ ઓર્ડર ઓફ ત્રિનિદાદ અને ટોબેગો’થી સન્માનિત કરવામાં આવશે.
શ્રી મોદી ત્રિનિદાદ અને ટોબેગોના રાષ્ટ્રપતિ ક્રિસ્ટીન કાર્લા કાંગાલો અને પ્રધાનમંત્રી કમલા પ્રસાદ-બિસેસર સાથે પણ વાતચીત કરશે અને આજે સાંજે સંસદના સંયુક્ત સત્રને સંબોધિત કરશે.
Site Admin | જુલાઇ 4, 2025 8:13 પી એમ(PM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે ત્રિનિદાદ અને ટોબેગોમાં રહેતા ભારતીય મૂળના નાગરિકોને હવે ઓવરસીઝ સિટીઝન ઓફ ઈન્ડિયા- OCI કાર્ડ અપાશે