જુલાઇ 3, 2025 1:55 પી એમ(PM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઘાનાની સંસદને સંબોધશેઃ ઘાનાના સર્વોચ્ચ રાષ્ટ્રીય સન્માનથી પુરસ્કૃત કરાયા.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઘાનાની સંસદને સંબોધિત કરશે. શ્રી મોદી ઘાનાના પાટનગર એક્રામાં ભારતીય સમુદાય સાથે સંવાદ પણ કરશે. ઘાનાના પ્રવાસના બીજા અને છેલ્લા દિવસે આજે શ્રી મોદી એક્રામાં નક્રુમાહ સંગ્રહાલય પણ જશે. આ સ્થળ પર ક્વામે નક્રુમાહે ઘાનાની સ્વતંત્રતાની જાહેરાત કરી હતી.
આ અગાઉ પ્રધાનમંત્રી મોદી અને ઘાનાના રાષ્ટ્રપ્રમુખ જૉન ડ્રામની મહામાએ પ્રતિનિધિ મંડળ સ્તરનો સંવાદ કર્યો. બંને નેતા બંને દેશ વચ્ચેના સંબંધોને વ્યાપક ભાગીદારી સુધી લઈ જવા સંમત થયા. બંને પક્ષે વેપાર, રોકાણ, ખેતી, ડિજિટલ ટૅક્નોલૉજી, ક્ષમતા નિર્માણ, પાયાના માળખાના ક્ષેત્રમાં સહકાર તથા લોકો વચ્ચે સંપર્ક વધારવા અંગે ચર્ચા-વિચારણા કરી.
દરમિયાન બંને દેશો વચ્ચે સંસ્કૃતિ, શિષ્ટાચાર, આયુર્વેદ અને પરંપરાગત દવા ક્ષેત્રમાં ચાર સમજૂતી કરાર અને સંયુક્ત આયોગ તંત્ર પર હસ્તાક્ષર કરાયા. બંને નેતાએ ઘાનામાં દ્વિપક્ષીય વેપાર અને ભારતીય રોકાણોના વિકાસનું સ્વાગત કર્યું. તેમણે સંરક્ષણ અને સુરક્ષા સહયોગ અંગે પણ ચર્ચા કરી. ત્યારબાદ ઘાનાના રાષ્ટ્રપ્રમુખ જૉન ડ્રામની મહામાએ પ્રધાનમંત્રીને ઘાનાના રાષ્ટ્રીય સન્માન ઑફિસર ઑફ ધ ઑર્ડર ઑફ ધ સ્ટાર ઑફ ઘાનાથી સન્માનિત કર્યા. આ અંગે શ્રી મોદીએ આભાર વ્યક્ત કર્યો.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.