પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઘાના, ત્રિનિદાદ અને ટૉબેગો, આર્જેન્ટિના, બ્રાઝિલ અને નામિબિયાના પ્રવાસ માટે રવાના થયા છે. શ્રી મોદી આજે બે દિવસના પ્રવાસે સૌપ્રથમ ઘાના પહોંચશે. છેલ્લાં ત્રણ દાયકામાં ભારતનાં કોઈ પ્રધાનમંત્રીની પશ્ચિમ આફ્રિકાના દેશની આ પ્રથમ મુલાકાત છે.
ઘાના જવા રવાના થતા પૂર્વે પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું કે ઘાના ભારત માટે ગ્લોબલ સાઉથમાં મહત્વનો ભાગીદાર છે અને આફ્રિકન સંઘ તથા પશ્ચિમ આફિકન દેશોની આર્થિક પ્રવૃત્તિમાં મહત્વની ભૂમિકા ભજવે છે.
પ્રધાનમંત્રી ઘાનાની સંસદને પણ સંબોધશે. શ્રી મોદી આવતીકાલે બે દિવસના પ્રવાસ પર ત્રિનિદાદ અને ટોબેગો પહોંચશે. ત્યારબાદ પ્રધાનમંત્રી આર્જેન્ટિના જશે. છેલ્લાં 57 વર્ષમાં કોઈ ભારતીય પ્રધાનમંત્રીનો આ પહેલો આર્જેન્ટિના પ્રવાસ હશે.
શ્રી મોદી બ્રાઝિલના રિયો-ડી-જાનેરોમાં છ અને સાત જુલાઈએ યોજાનારી બ્રિક્સ શિખર બેઠકમાં ભાગ લેશે. તેઓ દ્વિપક્ષીય રાજકીય પ્રવાસ માટે બ્રાસિલિયા પણ જશે. કોઈ ભારતીય પ્રધાનમંત્રીનો ગત છ દાયકામાં બ્રાસિલિયાનો આ પહેલો પ્રવાસ હશે. પ્રવાસના અંતિમ તબક્કામાં પ્રધાનમંત્રી મોદી નામિબિયા જશે, જ્યાં તેઓ નામિબિયાની સંસદના સંયુક્ત સત્રને પણ સંબોધશે.
Site Admin | જુલાઇ 2, 2025 7:47 પી એમ(PM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પાંચ દેશોનાં પ્રવાસ માટે રવાનાઃ આજે ઘાના પહોંચશે