પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઘાના, ત્રિનિદાદ અને ટૉબેગો, અર્જેન્ટિના, બ્રાઝિલ અને નામિબિયાના પ્રવાસ માટે રવાના થયા છે. શ્રી મોદી આજે બે દિવસના પ્રવાસે સૌપ્રથમ ઘાના પહોંચશે.
પ્રવાસના પ્રસ્થાન સંબોધનમાં શ્રી મોદીએ કહ્યું, ઘાના ગ્લૉબલ સાઉથમાં ભારતનું એક મહત્વ ભાગીદાર છે અને તેણે આફ્રિકી સંઘ તથા પશ્ચિમી આફ્રિકાના રાષ્ટ્રોના આર્થિક સમુદાયમાં મહત્વની ભૂમિકા ભજવી છે. તેમણે કહ્યું, તેમને રોકાણ, ઊર્જા, આરોગ્ય, સુરક્ષા, ક્ષમતા નિર્માણ અને વિકાસ ભાગીદારી ક્ષેત્રમાં ચર્ચા વિચારણા અને આદાન-પ્રદાનને વધુ ગાઢ બનાવવાની દિશામાં વધુ સહકારની આશા છે. પ્રધાનમંત્રી ઘાનાની સંસદને પણ સંબોધશે. ત્યારબાદ શ્રી મોદી આવતીકાલે બે દિવસના પ્રવાસ પર ત્રિનિદાદ અને ટોબેગો પહોંચશે. શ્રી મોદી ત્રિનિદાદના રાષ્ટ્રપ્રમુખ ક્રિસ્ટાઈન કારલા કાંગાલૂ, પ્રધાનમંત્રી કમલાપ્રસાદ બિસેસર સાથે મુલાકાત કરશે. ત્યારબાદ પ્રધાનમંત્રી અર્જેન્ટિના જશે. ગત 57 વર્ષમાં કોઈ ભારતીય પ્રધાનમંત્રીનો આ પહેલો અર્જેન્ટિના પ્રવાસ હશે. શ્રી મોદી બ્રાઝિલના રિયો-ડી-જાનેરોમાં છ અને સાત જુલાઈએ યોજાનારી બ્રિક્સ શિખર બેઠકમાં ભાગ લેશે. તેઓ દ્વિપક્ષીય રાજકીય પ્રવાસ માટે બ્રાસિલિયા પણ જશે. કોઈ ભારતીય પ્રધાનમંત્રીનો ગત છ દાયકામાં બ્રાસિલિયાનો આ પહેલો પ્રવાસ હશે. પ્રવાસના અંતિમ તબક્કામાં પ્રધાનમંત્રી મોદી નામિબિયા જશે, જ્યાં તેઓ નામિબિયાની સંસદના સંયુક્ત સત્રને પણ સંબોધશે.
Site Admin | જુલાઇ 2, 2025 1:57 પી એમ(PM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પાંચ દેશના પ્રવાસે જવા રવાના થયા