શ્રમ અને રોજગાર મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ કહ્યું છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતે સામાજિક સુરક્ષા કવરેજમાં ઐતિહાસિક ઉછાળો જોયો છે. તે હવે સમગ્ર દેશમાં 94 કરોડથી વધુ નાગરિકો સુધી પહોંચી ગયું છે. એક સોશિયલ મીડિયા સંદેશમાં, ડૉ. માંડવિયાએ એક મજબૂત અને સર્વસમાવેશક સામાજિક સુરક્ષા માળખાનાં નિર્માણમાં ભારતની પરિવર્તનકારી યાત્રાની પ્રશંસા કરવા બદલ આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠનના ડીજી, ગિલ્બર્ટ હૌંગબોનો આભાર વ્યક્ત કર્યો હતો. શ્રી હોંગબોએ કહ્યું છે કે, ભારતનું સામાજિક સુરક્ષા કવરેજ 2019માં લગભગ 25 ટકાથી વધીને 2025માં 64 ટકા થયું છે.
Site Admin | જૂન 29, 2025 8:33 એ એમ (AM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતે સામાજિક સુરક્ષા કવરેજમાં ઐતિહાસિક ઉછાળો જોયો છે : ડૉ. મનસુખ માંડવિયા