પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આંતરરાષ્ટ્રીય અવકાશ મથક પર રહેલા ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા સાથે વાતચીત કરી. શ્રી મોદીએ કહ્યું કે તમે ભારતથી સૌથી દૂર છો, પરંતુ ભારતીયોના હૃદયની સૌથી નજીક છો અને તમારી યાત્રા એક નવા યુગની શુભ શરૂઆત છે.તેમણે કહ્યું કે પરિક્રમા એ ભારતની સદીઓ જૂની પરંપરા રહી છે અને તમને ધરતી માતાની પરિક્રમા કરવાની એક દુર્લભ તક મળી છે. શ્રી મોદીએ શ્રી શુક્લાને હૃદયપૂર્વક અભિનંદન અને શુભેચ્છા પાઠવી હતી.ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લાએ કહ્યું કે તેઓ ભારતનું પ્રતિનિધિત્વ કરવાનો ગર્વ અનુભવે છે. પ્રધાનમંત્રી મોદી સાથેનો પોતાનો અનુભવ વહેંચતા કેપ્ટન શુક્લાએ કહ્યું કે જ્યારે તેઓ બાળક હતા, ત્યારે તેમણે ક્યારેય વિચાર્યું ન હતું કે તેઓ અવકાશયાત્રી બની શકશે. કેપ્ટન શુક્લાએ કહ્યું કે પ્રધાનમંત્રીના નેતૃત્વમાં આજનું ભારત ભારતના લોકોને તેમના સપના પૂરા કરવા માટે ઘણી તકો પ્રદાન કરે છે.
Site Admin | જૂન 29, 2025 8:13 એ એમ (AM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આંતરરાષ્ટ્રીય અવકાશ મથક પર રહેલા ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા સાથે વાતચીત કરી