જૂન 28, 2025 7:19 પી એમ(PM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે આંતરરાષ્ટ્રીય અવકાશ મથક પર ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા સાથે વાતચીત કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે આંતરરાષ્ટ્રીય અવકાશ મથક પર ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા સાથે વાતચીત કરી હતી. બુધવારે, ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લાને લઈને જતું એક્સિઓમ-4 મિશન અમેરિકાના ફ્લોરિડામાં કેનેડી સ્પેસ સેન્ટરથી લોન્ચ કરવામાં આવ્યું હતું. કેપ્ટન શુક્લા અવકાશમાં મુસાફરી કરનાર બીજા ભારતીય અવકાશયાત્રી છે. ચાર દાયકા પહેલા, વિંગ કમાન્ડર રાકેશ શર્માએ 1984માં સોવિયેત મિશન હેઠળ અવકાશમાં મુસાફરી કરી હતી.