જૂન 28, 2025 8:29 એ એમ (AM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં આચાર્ય વિદ્યાનંદજી મહારાજ શતાબ્દી ઉજવણીનું ઉદ્ઘાટન કરશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં આચાર્ય વિદ્યાનંદજી મહારાજ શતાબ્દી ઉજવણીનું ઉદ્ઘાટન કરશે. તેઓ આ પ્રસંગે લોકોને સંબોધન પણ કરશે. આ કાર્યક્રમ ભગવાન મહાવીર અહિંસા ભારતી ટ્રસ્ટના સહયોગથી યોજાઈ રહ્યો છે.આચાર્ય વિદ્યાનંદ જૈન સમુદાયના પ્રતિષ્ઠિત આધ્યાત્મિક નેતા અને સમાજ સુધારક હતા. તેમની 100મી જન્મજયંતિ પર આયોજિત શ્રદ્ધાંજલિ સમારોહ એક વર્ષ સુધી ચાલશે. આ સમય દરમિયાન દેશભરમાં સાંસ્કૃતિક, સાહિત્યિક, શૈક્ષણિક અને આધ્યાત્મિક કાર્યક્રમો યોજાશે.આચાર્ય વિદ્યાનંદજી મહારાજે જૈન દર્શન અને નીતિશાસ્ત્ર પર 50 થી વધુ કૃતિઓ લખી છે. તેમણે પ્રાકૃત, જૈન દર્શન અને શાસ્ત્રીય ભાષાઓ માટે પણ કામ કર્યું છે. દેશમાં જૈન મંદિરોના નવીનીકરણમાં તેમની ભૂમિકા મહત્વપૂર્ણ રહી છે.