જૂન 26, 2025 9:27 એ એમ (AM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ PRAGATIની બેઠકમાં ખાણો, રેલવે અને જળ સંસાધનોની મુખ્ય પરિયોજનાઓની સમીક્ષા કરી.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે PRAGATIની 48મી બેઠકમાં ખાણો, રેલવે અને જળ સંસાધનોની મુખ્ય પરિયોજનાઓની સમીક્ષા કરી હતી. આર્થિક વિકાસ અને જાહેર કલ્યાણ માટે મહત્વની આ પરિયોજનાઓની સમીક્ષામાં સમયમર્યાદા, આંતર-એજન્સી સંકલન અને મુદ્દાઓના ઉકેલ પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું હતું.
પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, પ્રોજેક્ટના અમલીકરણમાં વિલંબથી નાણાકીય ખર્ચમાં વધારો થાય છે અને નાગરિકોને આવશ્યક સેવાઓ અને માળખાગત સુવિધાઓ સમયસર મળી શકતી નથી.