ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદીમીર પુતિન સાથે ગઈકાલે ફોન પર વાત કરી હતી.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદીમીર પુતિન સાથે ગઈકાલે ફોન પર વાત કરી હતી. તેમણે યુક્રેન પ્રવાસના અનુભવો વિશે વાત કરી, ઉપરાંત બંને દેશોના નેતાઓ વચ્ચે રશિયા -યુક્રેન યુદ્ધને લઈને પણ ચર્ચા થઈ.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું કે નેતાઓએ બંને દેશો વચ્ચે રાજદ્વારી ભાગીદારીને મજબૂત કરવાના ઉપાયો અંગે પણ ચર્ચા કરી. પીએમ મોદીએ વાટાઘાટોથી સંઘર્ષનું સમાધાન મેળવી શકાય છે એ વાતનો પુનરોચ્ચાર કર્યો.
ઉલ્લેખનીય છે કે યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લોદોમીર ઝેલેન્સ્કીએ બીજા યુક્રેન શાંતિ શિખર સંમેલનની યજમાની કરવા માટે ભારતના નામનો પ્રસ્તાવ મૂક્યો છે.