ભારતના બે મહાન આધ્યાત્મિક અને નૈતિક નેતાઓ શ્રી નારાયણ ગુરુ અને મહાત્મા ગાંધી વચ્ચેની ઐતિહાસિક વાતચીતની શતાબ્દી ઉજવણી થઇ રહી છે. નવી દિલ્હીમાં આ શતાબ્દી ઉજવણીને સંબોધતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે આજે પણ, સો વર્ષ પહેલાં થયેલી મુલાકાત સામાજિક સંવાદિતા અને વિકાસ ભારતના સામૂહિક ધ્યેય માટે પ્રેરણાના સ્ત્રોત છે.
આ ઐતિહાસિક વાતચીત ૧૨ માર્ચ ૧૯૨૫ ના રોજ મહાત્મા ગાંધીજીની મુલાકાત દરમિયાન શિવગિરી મઠ ખાતે થઈ હતી અને તે સત્યાગ્રહ, ધાર્મિક ધર્માંતરણ, અહિંસા, અસ્પૃશ્યતા નાબૂદી, મુક્તિ, દલિત લોકોના ઉત્થાન અને અન્ય બાબતોની આસપાસ કેન્દ્રિત હતી. આ ઉજવણી દ્વારા શ્રી નારાયણ ગુરુ અને મહાત્મા ગાંધી બંને દ્વારા અપનાવવામાં આવેલા સામાજિક ન્યાય, એકતા અને આધ્યાત્મિક સંવાદિતાના સહિયારા દ્રષ્ટિકોણને શ્રદ્ધાંજલિ અર્પવામાં આવી હતી.