જૂન 21, 2025 7:52 પી એમ(PM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, તણાવ, અશાંતિ અને અસ્થિરતાની સ્થિતિમાં યોગ શાંતિનો માર્ગ બતાવે છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, જ્યારે વિશ્વના વિવિધ ભાગોમાં તણાવ, અશાંતિ અને અસ્થિરતા છે, ત્યારે યોગ શાંતિનો માર્ગબતાવે છે. આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં ૧૧મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીનુંનેતૃત્વ કરતા પ્રધાનમંત્રીએ વિશ્વ સમુદાયને યોગ દિવસને ઉજવવામાટે ખાસ આહ્વાન કર્યું,  તેમણે કહ્યું કે યોગ હવે વ્યક્તિગતનથી પરંતુ વૈશ્વિક ભાગીદારીના માધ્યમ તરીકે ઉભરી આવ્યો છે.
આધુનિક સંશોધન દ્વારા વૈશ્વિક સ્તરે યોગના વિજ્ઞાનને મજબૂત બનાવવાનાભારતના પ્રયાસો પર ભાર મૂકતાં પ્રધાનમંત્રીએ કહ્યું કે દેશની અગ્રણી તબીબી સંસ્થાઓયોગ સંશોધનમાં સક્રિયપણે રોકાયેલી છે, જેનોઉદ્દેશ્ય સમકાલીન તબીબી પ્રથાઓમાં તેની વૈજ્ઞાનિક સુસંગતતા સ્થાપિત કરવાનો છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે આ વર્ષના યોગ દિવસની થીમ – એક પૃથ્વી એકસ્વાસ્થ્ય માટે યોગ – આપણને યાદ અપાવે છે કે વર્તમાન અને ભાવિ પેઢીઓ માટે સુખીભવિષ્ય સુનિશ્ચિત કરવા માટે સમગ્ર વિશ્વ કેવી રીતે એક થયું છે. વિશાખાપટ્ટનમમાંમુખ્ય યોગ દિવસ કાર્યક્રમમાં બે લાખ ૭૨ હજાર લોકોએ ભાગ લીધો હતો