જૂન 20, 2025 2:10 પી એમ(PM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બિહારમાં પાંચ હજાર 900 કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કર્યું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે બિહારના સિવાન જિલ્લામાં પાંચ હજાર 900 કરોડથી વધુના વિવિધ વિકાસ પરિયોજનાઓનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કર્યું.
શ્રી મોદીએ શહેરી વિકાસ, પ્રધાનમંત્રી આવાસ યોજના અને રેલ્વે સંબંધિત ક્ષેત્રમાં રેલ માળખાગત વિકાસ માટે બિહાર અને ઉત્તરપ્રદેશને જોડતા 400 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થનારી નવા વૈશાલી – દેવરિયા રેલવે લાઇન પરિયોજનાનું લોકાર્પણ કર્યું..તેમણે પાટલીપુત્ર અને ગોરખપુર વચ્ચે મુઝફ્ફરપુર અને બેતિયા થઈને વંદે ભારત એક્સપ્રેસને પણ લીલી ઝંડી આપી.
પ્રધાનમંત્રીએ સારણ જિલ્લામાં મધૌરા પ્લાન્ટમાં ઉત્પાદિત અત્યાધુનિક રેલવે એન્જિનનું પણ લોકાર્પણ કર્યું. આ કારખાનામાં ઉત્પાદિત આ પ્રથમ નિકાસ રેલવે એન્જિન છે. આનાથી પશ્ચિમ આફ્રિકન દેશ ગિનીમાં નિકાસ શક્ય બનશે.
પ્રધાનમંત્રીએ ગંગા નદીના સંરક્ષણ અને પુનર્જીવિત કરવાની પ્રતિબદ્ધતા મુજબ નમામી ગંગે પરિયોજના હેઠળ છ ગટર શુદ્ધીકરણ પ્લાન્ટ સહિત અનેક પરિયોજનાઓનું પણ લોકાર્પણ કર્યું.. શ્રી મોદીએ પ્રધાનમંત્રી આવાસ યોજના-શહેરીના 53 હજાર છસોથી વધુ લાભાર્થીઓને યોજનાનો પ્રથમ હપ્તો પણ જાહેર કર્યો.