પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બિહારની મુલાકાતે છે. તેઓ સિવાન જિલ્લાના પંચરૂખી બ્લોકના જસૌલી ખાતે એક જાહેર સભાને સંબોધિત કરશે. શ્રી મોદી જસૌલીથી વિડીયો કોન્ફરન્સ દ્વારા શહેરી વિકાસ, ગટર વ્યવસ્થા, પ્રધાનમંત્રી આવાસ યોજના અને રેલ્વે સંબંધિત પાંચ હજાર 900 કરોડથી વધુના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે.
પ્રધાનમંત્રી આ ક્ષેત્રમાં રેલ માળખાગત વિકાસ માટે બિહાર અને ઉત્તરપ્રદેશને જોડતા 400 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થનાર નવા વૈશાલી – દેવરિયા રેલવે લાઇન પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે. તેઓ આ રૂટ પર એક નવી રેલવે સેવાનું પણ ઉદ્ઘાટન કરશે. તેઓ પાટલીપુત્ર અને ગોરખપુર વચ્ચે મુઝફ્ફરપુર અને બેતિયા થઈને વંદે ભારત એક્સપ્રેસને પણ લીલી ઝંડી આપશે
પ્રધાનમંત્રી સારણ જિલ્લામાં મધૌરા પ્લાન્ટમાં ઉત્પાદિત અત્યાધુનિક રેલવે એન્જિનનું પણ ઉદ્ઘાટન કરશે. આ ફેક્ટરીમાં ઉત્પાદિત આ પ્રથમ નિકાસ રેલવે એન્જિન છે. આનાથી પશ્ચિમ આફ્રિકન દેશ ગિનીમાં નિકાસ શક્ય બનશે.
પ્રધાનમંત્રી મોદી ગંગા નદીના સંરક્ષણ અને પુનર્જીવિત કરવાની પ્રતિબદ્ધતા અનુસાર નમામી ગંગે પ્રોજેક્ટ હેઠળ છ સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે. આ પ્રોજેક્ટનો ખર્ચ એક હજાર આઠસો કરોડ રૂપિયાથી વધુ થયો છે. તેઓ બિહારના વિવિધ શહેરો માટે ત્રણ હજાર કરોડ રૂપિયાના ખર્ચે પાણી પુરવઠા, સ્વચ્છતા અને ગટર શુદ્ધિકરણ પ્લાન્ટ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ પણ કરશે. શ્રી મોદી પ્રતિ કલાક 500 મેગાવોટ ક્ષમતા ધરાવતી બેટરી ઉર્જા સંગ્રહ પ્રણાલીનો શિલાન્યાસ કરશે. આ સિસ્ટમ રાજ્યના મુઝફ્ફરપુર, મોતીહારી, બેતિયા અને સિવાન સહિત 15 ગ્રીડ સબ-સ્ટેશનમાં સ્થાપિત કરવામાં આવશે. શ્રી મોદી પ્રધાનમંત્રી આવાસ યોજના-શહેરીના 53 હજાર છસોથી વધુ લાભાર્થીઓને યોજનાનો પ્રથમ હપ્તો પણ જારી કરશે. પ્રધાનમંત્રી આ યોજના હેઠળ પૂર્ણ થયેલા છ હજાર છસોથી વધુ ઘરોના ગૃહ પ્રવેશ સમારોહના ભાગ રૂપે કેટલાક લાભાર્થીઓને ઘરોની ચાવીઓ પણ સોંપશે.
Site Admin | જૂન 20, 2025 7:49 એ એમ (AM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બિહાર અને ઓડિશામાં વિવિધ વિકાસ પરિયોજનાઓનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે