પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ક્રોએશિયાની ઐતિહાસિક મુલાકાત પૂર્ણ થઈ. મુલાકાત દરમિયાન અનેક ઉચ્ચ સ્તરની બેઠક યોજાઈ. આ મુલાકાત ભારત-ક્રોએશિયા સંબંધને ગાઢ બનાવવા અને ભવિષ્યના વ્યૂહાત્મક સહયોગનો પાયો નાખવા મહત્વપૂર્ણ તક સાબિત થઈ. શ્રી મોદીએ બાંસ્કી વોરીમાં ક્રોએશિયાના પ્રધાનમંત્રી આન્દ્રેજ પ્લેન્કોવિક સાથે પ્રતિનિધિમંડળ સ્તરની વાટાઘાટો કરી. બંને નેતાએ વૈશ્વિક શાંતિ અને લોકશાહી મૂલ્યો સહિતના ક્ષેત્રમાં સહયોગને પ્રોત્સાહન આપવા પ્રતિબદ્ધતા દર્શાવી.અન્ય એક મહત્વપૂર્ણ કાર્યક્રમમાં, શ્રી મોદીએ ક્રોએશિયાના રાષ્ટ્રપ્રમુખ જોરાન મિલાનોવિક સાથે મુલાકાત કરી. દરમિયાન બંને દેશે ચાર સમજૂતી કરાર કર્યા.શ્રી મોદીએ આતંકવાદની કડક શબ્દોમાં ટીકા કરી. તેમણે પહલગામ આતંકી હુમલા પછી એકતા દર્શાવવા બદલ ક્રોએશિયાના પ્રધાનમંત્રી અને સરકારનો આભાર માન્યો.
Site Admin | જૂન 19, 2025 8:39 એ એમ (AM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ક્રોએશિયાની ઐતિહાસિક મુલાકાત પૂર્ણ