જૂન 18, 2025 7:47 પી એમ(PM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ક્રોએશિયાની ઐતિહાસિક મુલાકાતે ઝાગરેબ પહોંચ્યા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કેનેડાની સફળ મુલાકાત બાદ ક્રોએશિયાની ઐતિહાસિક મુલાકાત પર જાગરેબ પહોંચ્યા છે. ફ્રાન્જો ટુડમેન એરપોર્ટ પર ક્રોએશિયાના પ્રધાનમંત્રી આન્દ્રેજ પ્લેનકોવિકે શ્રી મોદીનું સ્વાગત કર્યું હતું. ક્રોએશિયાના બાળકોએ નમસ્તે કરીને જ્યારે ક્રોએશિયાનાં આદ્યાત્મિક નાગરિકોએ વૈદિક મંત્રો સાથે શ્રી મોદીનું સ્વાગત કર્યું હતું. શ્રી મોદી ભારતીય મૂળનાં લોકો અને ‘ક્રોએશિયન ફ્રેન્ડ ઓફ ઇન્ડિયા’ના સભ્યોને પણ મળ્યા હતા.
શ્રી મોદીની આ મુલાકાત વ્યૂહાત્મક સહયોગને વધુ ગાઢ બનાવે તેવી અપેક્ષા છે. મુલાકાત દરમિયાન પ્રતિનિધિમંડળ સ્તરની વાટાઘાટો, કેટલાંક મહત્વનાં ક્ષેત્રોમાં કરારો થવાની ધારણા છે. આ મુલાકાત દરમિયાન ભારત અને ક્રોએશિયા વિજ્ઞાન અને ટેકનોલોજી, કૃષિ, શિક્ષણ અને સંસ્કૃતિના ક્ષેત્રોમાં મોટા કરારો પર હસ્તાક્ષર કરશે. ભારતનાં કોઈ પ્રધાનમંત્રી દ્વારા ક્રોએશિયાની આ પ્રથમ મુલાકાત છે.
ઉલ્લેખનીય છે કે, ત્રાસવાદ સામે ભારતનાં વલણ અને સંયુક્ત રાષ્ટ્ર સલામતી પરિષદમાં ભારતને કાયમી સ્થાન મુદ્દે ક્રોએશિયાએ સતત ભારતને સમર્થન કર્યું છે.