પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રાત્રે કેનેડાના કનાનાસ્કિસ ખાતે જી-સાત શિખર સંમેલનમાં ભાગ લેશે. તેઓ બદલાતી દુનિયામાં સુલભતા અને પોષણક્ષમતા સુનિશ્ચિત કરવા માટે ઊર્જા સુરક્ષા, ટેકનોલોજી, માળખાગત સુવિધાઓ અને રોકાણના ભવિષ્ય પરની ચર્ચામાં ભાગ લેશે. આ સંમલેનમાં પ્રધાનમંત્રીની આ સતત છઠ્ઠી ભાગીદારી હશે. શ્રી મોદી જી-સાત દેશોના નેતાઓ, અન્ય આમંત્રિત દેશો અને આંતરરાષ્ટ્રીય સંગઠનોના વડાઓ સાથે મહત્વપૂર્ણ વૈશ્વિક મુદ્દાઓ પર વિચારોનું આદાન-પ્રદાન કરશે. તેઓ અનેક દ્વિપક્ષીય બેઠકો પણ કરશે, જેમાં કેનેડાના પ્રધાનમંત્રી માર્ક કાર્નીનો પણ સમાવેશ થાય છે.
જી-સાત બેઠક એવા સમયે થઈ રહી છે જ્યારે વિશ્વભરના અનેક દેશો એકબીજા સાથે સંઘર્ષમાં છે. ઈરાન અને ઇઝરાયલ વચ્ચે ભીષણ સંઘર્ષ ચાલી રહ્યો છે, જ્યારે રશિયા અને યુક્રેન પણ એકબીજા પર પ્રહાર કરી રહ્યા છે. પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા અને ઓપરેશન સિંદૂર પછી, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આ મુલાકાત મહત્વપૂર્ણ બની રહી છે.
Site Admin | જૂન 17, 2025 7:50 પી એમ(PM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રાત્રે કેનેડાના કનાનાસ્કિસ ખાતે જી-સાત શિખર સંમેલનમાં ભાગ લેશે