જૂન 17, 2025 1:42 પી એમ(PM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જી-સાત શિખર સંમેલનમાં ભાગ લેવા કેનેડાના કેલગરી પહોંચ્યા.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જી-સાત શિખર સંમેલનમાં ભાગ લેવા કેનેડાના કેલગરી ખાતે પહોંચ્યા છે. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી મોદીએ કહ્યું, તેઓ શિખર સંમેલનમાં વિવિધ દેશના નેતાઓ સાથે મુલાકાત કરશે અને મહત્વના વૈશ્વિક મુદ્દાઓ પર પોતાના વિચાર રજૂ કરશે. પ્રધાનમંત્રીએ કહ્યું, આ સંમેલન દરમિયાન તેઓ ગ્લૉબલ સાઉથની પ્રાથમિકતાઓ પર પણ ભાર આપશે.
G-7 એ ફ્રાન્સ, અમેરિકા, બ્રિટન, જર્મની, જાપાન, ઈટાલી અને કેનેડા અને યુરોપીયન સંઘનું એક અનૌપચારિક સમૂહ છે. આ સમૂહના સભ્યો વૈશ્વિક, આર્થિક અને ભૂ-રાજકીય મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે દર વર્ષે જી-7 શિખર સંમેલનમાં મળે છે. છેલ્લા કેટલાક વર્ષમાં ભારતને જી-7 શિખર સંમેલનના સત્ર માટે નિયમિત આમંત્રણ મળે છે. ભારત છેલ્લા ઘણા શિખર સંમેલનમાં હંમેશા ગ્લોબલ સાઉથ સાથે જોડાયેલા મુદ્દાઓ સામે લાવ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગયા વર્ષે આ સંમેલનમાં કૃત્રિમ બુદ્ધિમત્તા- A.I., ઊર્જા, આફ્રિકા અને ભૂ-મધ્ય સાગર જેવા મહત્વના વિષય પર ચર્ચા કરવા માટે અન્ય આમંત્રિત દેશ સાથે ભાગ લીધો હતો.