જૂન 17, 2025 7:57 એ એમ (AM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે કેનેડામાં જી-7 શિખર બેઠકમાં ઉપસ્થિત રહેશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે કેનેડાના કનાસ્કિસ્સ ખાતે જી-7 શિખર બેઠકમાં ઉપસ્થિત રહેશે. જી-7 શિખર સંમેલનમાં પ્રધાનમંત્રી સતત છઠ્ઠી વખત ભાગ લઈ રહ્યા છે. કેનેડાના પ્રધાનમંત્રી માર્ક કાર્નીના નિમંત્રણ પર કેનેડાના બે દિવસના પ્રવાસ દરમિયાન શ્રી મોદી શિખર બેઠક સિવાય કેટલીક દ્વિપક્ષીય બેઠક પણ કરશે.શ્રી મોદી જી-7 અને આમંત્રિત વિવિધ દેશના નેતાઓ તથા આંતરરાષ્ટ્રીય સંગઠનોના અધ્યક્ષો સાથે વૈશ્વિક મુદ્દાઓ પર વિચાર-વિમર્શ કરશે, જેમાં ઊર્જા સુરક્ષા, ટેક્નોલૉજી અને નવિનતા ખાસ કરીને A.I. ઊર્જા અને ક્વાન્ટમથી સંબંધિત મુદ્દાઓ સામેલ છે.