પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રાજધાની નિકોસિયામાં સાયપ્રસના રાષ્ટ્રપ્રમુખ નિકોસ ક્રિસ્ટોડોલિડીઝ સાથે મુલાકાત કરી હતી. આ બેઠક અગાઉ નિકોસિયા ખાતે પ્રેસિડેન્શિઅલ પેલેસમાં શ્રી મોદીનું ઔપચારિક સ્વાગત કરાયું. બંને નેતાઓ વચ્ચે શિક્ષણ, ડિજિટલ ભાગીદારી અને પ્રાદેશિક સુરક્ષા સહિત વ્યાપક મુદ્દાઓ પર વિચાર-વિમર્શની સંભાવના છે.
ભારત-યુરોપીયન સંઘ ભાગીદારી અને ભારત-પશ્ચિમ ઍશિયા-યુરોપ આર્થિક કોરિડોર જેવા વૈશ્વિક ઘટનાક્રમ પર પણ સંવાદ થઈ શકે છે. આજે શ્રી મોદીના સન્માનમાં રાષ્ટ્રપતિ ભવનમાં યોજાયેલા ભોજન સાથે જ પ્રધાનમંત્રી સાયપ્રસ પ્રવાસ પૂર્ણ થશે.
શ્રી મોદી સાયપ્રસથી કેનેડાના કનાનાસ્કિસ જશે, જ્યાં તેઓ પ્રધાનમંત્રી માર્ક કાર્નીના નિમંત્રણ પર જી-7 શિખર સંમેલનમાં ભાગ લેશે. જી-7 શિખર સંમેલન બાદ પ્રધાનમંત્રી મોદી ક્રોએશિયા જશે અને ત્યાંના રાષ્ટ્રપ્રમુખ જોરામ મિલાનોવિક અને પ્રધાનમંત્રી આન્દ્રે પ્લેન્કોવિક સાથે બઠક કરશે.
દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સાયપ્રસના સર્વોચ્ચ સન્માન ડેકોરેશન ઓફ ધ ગ્રાન્ડ કોસ ઓફ ધ ઓર્ડર ઓફ મકારિયોસ ધ થર્ડથી સન્માન કરવામાં આવ્યું.
Site Admin | જૂન 16, 2025 5:06 પી એમ(PM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાયપ્રસના સર્વોચ્ચ પુરસ્કારથી સન્માનિત.