પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પ્રિન્સિપાલ સેક્રેટરી ડૉક્ટર પી. કે. મિશ્રાએ ગઈકાલે અમદાવાદની મુલાકાત લીધી. દરમિયાન તેમણે શ્રી મિશ્રાએ મેઘાણીનગર સ્થિત બી. જે. મૅડિકલ કૉલેજ નજીક વિમાન અકસ્માત સ્થળની સમીક્ષા કરી, જ્યાં રાજ્ય સરકાર, વિમાન અકસ્માત તપાસ સંસ્થા – AAIB અને ભારતીય હવાઈમથક સત્તામંડળના વરિષ્ઠ અધિકારીઓએ તેમને ઘટનાના ક્રમ અને તાત્કાલિક પ્રતિભાવ પગલા અંગે માહિતી આપી.શ્રી મિશ્રા અમદાવાદ સિવિલ હૉસ્પિટલમાં શોકગ્રસ્ત પરિવારજનોને પણ મળ્યા હતા. તેમણે હૉસ્પિટલમાં DNA નમૂના મૅચિંગ પ્રક્રિયાનું અવલોકન કર્યું. તેમજ અધિકારીઓને સંપૂર્ણ સહાય પૂરી પાડવા નિર્દેશ આપ્યો. તેમણે ઈજાગ્રસ્ત પીડિતો સાથે પણ વાત કરી. હૉસ્પિટલના અધિકારીઓને તેમની તબીબી સારવાર અને સ્વસ્થતાને પ્રાથમિકતા આપવા સૂચના આપી.ડૉક્ટર મિશ્રાએ ગાંધીનગરમાં ન્યાયસહાયક વિજ્ઞાન પ્રયોગશાળા – FSL ખાતે DNA નમૂના લેવાના પ્રયાસની સમીક્ષા કરી અને વૈજ્ઞાનિક ચોક્સાઈ જાળવી રાખીને ઝડપથી ઓળખ પૂર્ણ કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો.
Site Admin | જૂન 16, 2025 9:30 એ એમ (AM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પ્રિન્સિપાલ સેક્રેટરી ડૉક્ટર પી. કે. મિશ્રાએ ગઈકાલે અમદાવાદ વિમાન દુર્ઘટના સ્થળની મુલાકાત લીધી