પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમના ત્રણ દેશોના પ્રવાસના પ્રથમ તબક્કામાં સાયપ્રસ પહોંચ્યા છે. સાયપ્રસના રાષ્ટ્રપ્રમુખ નિકોસ ક્રિસ્ટોડોલિડ્સ દ્વારા લાર્નાકા આંતરરાષ્ટ્રીય હવાઈ મથક પર તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. બંને નેતાઓ લેમેસોસ ખાતે ભારતીય અને સાયપ્રસ ઉદ્યોગસાહસિકો સાથે વ્યાપાર ગોળમેજી બેઠક કરશે.
લેમેસોસમાં, ભારતીય સમુદાય અને સાયપ્રસના લોકો પ્રધાનમંત્રી મોદીનું સ્વાગત કરવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. વિદ્યાર્થીઓ, વ્યાવસાયિકો અને ભારતીય સમુદાયના સભ્યો આ મુલાકાતને બંને દેશો વચ્ચે વધતી મિત્રતામાં એક સીમાચિહ્નરૂપ ક્ષણ તરીકે જુએ છે. આવતીકાલે, પ્રધાનમંત્રી મોદી નિકોસિયામાં રાષ્ટ્રપતિ ક્રિસ્ટોડોલિડ્સ સાથે ઔપચારિક દ્વિપક્ષીય વાટાઘાટો કરશે.
Site Admin | જૂન 15, 2025 8:16 પી એમ(PM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાયપ્રસ પહોંચ્યા
