પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે સાયપ્રસ, કેનેડા અને ક્રોએશિયાની પાંચ દિવસની મુલાકાતે જવા રવાના થયા. આ અગાઉ પ્રધાનમંત્રીએ જણાવ્યું કે, તેઓ રાષ્ટ્રપતિ નિકોસ ક્રિસ્ટો ડોલાઇડ્સના આમંત્રણથી 15 અને 16 જૂનનાં રોજ સાયપ્રસ ગણરાજ્યની મુલાકાત લેશે.
સાયપ્રસને ગાઢ મિત્ર અને ભૂમધ્ય સાગર ક્ષેત્ર અને યુરોપિય સંઘમાં મુખ્ય ભાગીદાર ગણાવતા તેમણે જણાવ્યું કે, આ યાત્રા વેપાર, રોકાણ, સલામતી અને ટેકનોલોજીમાં સહકાર મજબૂત કરવાનો અને લોકો વચ્ચે પરસ્પર સંબંધોને પ્રોત્સાહન આપવાનો પ્રસંગ છે. પ્રધાનમંત્રી લિમાસોલમાં વેપારી અગ્રણીઓને સંબોધન કરશે.