જૂન 15, 2025 9:28 એ એમ (AM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી સાયપ્રસ, કેનેડા અને ક્રોએશિયાની પાંચ દિવસની મુલાકાતે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાયપ્રસ, કેનેડા અને ક્રોએશિયાની પાંચ દિવસની મુલાકાતે જશે. સાયપ્રસના રાષ્ટ્રપતિ નિકોસ ક્રિસ્ટોડોલિડ્સના આમંત્રણ પર તે આજે સાયપ્રસની સત્તાવાર મુલાકાત લેશે. નિકોસિયામાં પ્રધાનમંત્રી રાષ્ટ્રપતિ ક્રિસ્ટોડોલિડ્સ સાથે વાતચીત કરશે અને લિમાસોલમાં વેપારી અગ્રણીઓને સંબોધન કરશે.આ મુલાકાત દ્વીપક્ષીય સંબંધોને ગાઢ બનાવવા અને ભૂમધ્ય પ્રદેશ અને યુરોપિયન સંઘ સાથે ભારતના જોડાણને મજબૂત કરવા માટે બંને દેશોની સહિયારી પ્રતિબદ્ધતાની પુષ્ટિ કરશે.