ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સાયપ્રસ, કેનેડા અને ક્રોએશિયાની પાંચ દિવસની મુલાકાતે જશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સાયપ્રસ, કેનેડા અને ક્રોએશિયાની પાંચ દિવસની મુલાકાત માટે રવાના થશે. અમારા સંવાદદાતાના અહેવાલ મુજબ, મુલાકાતના પ્રથમ તબક્કામાં, શ્રી મોદી રાષ્ટ્રપતિ નિકોસ ક્રિસ્ટોડોલિડ્સના આમંત્રણ પર સાયપ્રસ પહોંચશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ત્રણ દેશોની મુલાકાત સાયપ્રસથી શરૂ થશે. બે દાયકામાં ભારતીય પ્રધાનમંત્રીની સાયપ્રસની આ પ્રથમ મુલાકાત હશે. આ મુલાકાત એટલા માટે મહત્વની છે કે સાયપ્રસે કાશ્મીર, સરહદ પાર આતંકવાદ અને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં સુધારા પર ભારતના વલણને સતત સમર્થન આપ્યું છે. પ્રધાનમંત્રી મોદી 16 મી જૂને G-7 સમિટમાં ભાગ લેવા માટે કેનેડા જશે. સમિટમાં, શ્રી મોદી મુખ્ય વૈશ્વિક મુદ્દાઓ પર વિચારોનું આદાન-પ્રદાન કરશે અને અનેક દ્વિપક્ષીય બેઠકો પણ કરશે. મુલાકાતનો છેલ્લો પડાવ ક્રોએશિયા હશે, જે ભારતીય પ્રધાનમંત્રીની ક્રોએશિયાની પ્રથમ ઉચ્ચ-સ્તરીય મુલાકાત હશે. ક્રોએશિયા ભારત-મધ્ય પૂર્વ-યુરોપ આર્થિક કોરિડોરમાં સંભવિત ભાગીદાર છે. આ મુલાકાત ભારત-ક્રોએશિયા સંબંધોમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે.
(રાજા દુરાઈના અહેવાલ સાથે આકાશવાણી અમદાવાદથી અજય ઈન્દ્રેકર.)