પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે કેબિનેટે મંજૂર કરેલી બે નવી રેલવે પરિયોજનાથી જોડાણ અને આર્થિક પ્રવૃત્તિઓમાં વધારો થશે. પ્રધાનમંત્રી મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની મંત્રીમંડળની સમિતિએ ગઈ કાલે ભારતીય રેલવે નેટવર્કમાં બે મલ્ટી-ટ્રેકિંગ પરિયોજનાઓને મંજૂરી આપી છે, જેમાં 6 હજાર 405 કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવશે.
આ પરિયોજનામાં કોડરમા-બરકાકાના રેલ લાઇનને ડબલ કરવા ત્રણ હજાર 63 કરોડ રૂપિયાના ખર્ચની મંજૂરી આપવામાં આવી છે, જ્યારે બલ્લારી-ચિકજાજુર રેલ લાઇનને ડબલ કરવા ત્રણ હજાર 342 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે.
Site Admin | જૂન 12, 2025 10:14 એ એમ (AM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે કેબિનેટે મંજૂર કરેલી બે નવી રેલવે પરિયોજનાથી જોડાણ અને આર્થિક પ્રવૃત્તિઓમાં વધારો થશે