જૂન 5, 2025 7:40 પી એમ(PM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે જમ્મુ અને કાશ્મીરના પ્રવાસ દરમિયાન રેલવે પરિયોજનાઓને રાષ્ટ્રને સમર્પિત કરશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે જમ્મુ-કાશ્મીરના પ્રવાસ દરમિયાન ઉધમપુર-શ્રીનગર- બારામૂલા રેલવે પરિયોજનાઓને રાષ્ટ્રને સમર્પિત કરશે. 272 કિલોમીટરની આ પરિયોજનાનું નિર્માણ અંદાજે 44 હજાર કરોડ રૂપિયાના ખર્ચથી કરાયું છે. પરિયાજના સંપૂર્ણ રીતે વીજળીકૃત રેલવે લાઈનો છે અને તેમાં 36 ટનલ અને 943 બ્રિજ સામેલ છે. પરિયોજના હેઠળ ચિનાબ બ્રિજ વિશ્વનો સૌથી ઊંચો રેલવે આર્ચ બ્રિજ અને દેશનો પહેલો કૅબલ આધારિત રેલવે બ્રિજ છે.
શ્રી મોદી બે વંદે ભારત ઍક્સપ્રેસ ટ્રૅનને પણ લીલીઝંડી બતાવશે એક ટ્રૅન શ્રીમાતા વૈષ્ણોદેવી કટરાથી શ્રીનગર અને બીજી શ્રીનગરથી કટારા સુધી દોડશે. ખાસ કરીને સરહદી ક્ષેત્રોમાં સંપર્ક માટે પ્રધાનમંત્રી વિવિધ માર્ગ પરિયોજનાઓનું પણ શ્રી મોદી લોકાર્પણ કરશે. તેઓ કટરા ખાતે 350 કરોડ રૂપિયાથી વધુની શ્રી માતા વૈષ્ણોદેવી ઇન્ટિટ્યૂટ ઑફ મૅડિકલ એક્સલૅન્સનું પણ ખાતમુહૂર્ત કરશે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.