જૂન 5, 2025 9:15 એ એમ (AM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ‘એક પેડ મા કે નામ’ પહેલ અંતર્ગત અરવલ્લી હરીત દિવાલ પરીયોજનાનો આરંભ કરાવશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ‘એક પેડ મા કે નામ’ પહેલ અંતર્ગત નવી દિલ્હીના ભગવાન મહાવીર વનસ્થલી પાર્ક ખાતે એક ખાસ વૃક્ષારોપણ અભિયાન શરૂ કરશે. આ અભિયાન અરવલ્લી હરીત દિવાલ પરીયોજનાનો એક મહત્વપૂર્ણ ભાગ છે. જેનો ઉદ્દેશ્ય 700 કિલોમીટર લાંબી અરવલ્લી પર્વતમાળાને ફરીથી વન બનાવવાનો છે. આ અભિયાન અંતર્ગત શ્રી મોદી વડનું વૃક્ષ વાવશે.અરવલ્લી હરીત દિવાલ પરીયોજનાનો ઉદ્દેશ્ય દિલ્હી, રાજસ્થાન, હરિયાણા અને ગુજરાતના 29 જિલ્લાઓમાં અરવલ્લી પર્વતમાળા આસપાસ પાંચ કિલોમીટરનો બફર ઝોન બનાવવાનો છે. લીલોછમ પ્રદેશ વધારવા, જૈવવિવિધતાને પુનઃસ્થાપિત કરવા, જમીનની ફળદ્રુપતા સુધારવા, જળાશયોનું સંરક્ષણ અને આબોહવા સ્થિતિસ્થાપકતા વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આ પરિયોજના રોજગારીનું સર્જન કરશે અને વનીકરણ અને પુનઃસ્થાપન પ્રવૃત્તિઓ દ્વારા સ્થાનિક સમુદાયો માટે આજીવિકાની તકો પૂરી પાડશે. આ સાથે જ પ્રધાનમંત્રી દિલ્હી સરકારની સ્વચ્છ પરિવહન પહેલ તરીકે 200 ઇલેક્ટ્રિક બસોને પણ લીલી ઝંડી આપશે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.