મે 27, 2025 3:05 પી એમ(PM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આંતકવાદનો કાંટો કાઢી નાંખવાનો સંકલ્પ વ્યક્ત કર્યો.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, ‘તાજેતરના ઘટનાક્રમથી સાબિત થઈ ગયું છે કે, ભારત વિરુદ્ધ પાકિસ્તાનનું યુદ્ધ ખરેખર આયોજનબદ્ધ વ્યૂહરચના છે.’ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે ‘વીસ વર્ષ શહેરી વિકાસના’ ઉજવણી કાર્યક્રમને સંબોધતા આજે શ્રી મોદીએ કહ્યું, છ મૅ-ની ઘટના બાદ ભારતે આતંકી પ્રવૃત્તિઓના પૂરાવા આપવાની જરૂર નથી. શ્રી મોદીએ કહ્યું, ભારતીય સેનાએ પાકિસ્તાનને ત્રણ વખત યુદ્ધમાં હરાવ્યું છે.

શ્રી મોદીએ પોતાના સંબોધનમાં સિંધુ જળ સંધિનો પણ ઉલ્લેખ કર્યો. દરમિયાન શ્રી મોદીએ આગામી સમયમાં થનારા શહેરી વિકાસની વ્યૂહરચના યુવા પેઢી માટે મહત્વની બની રહેશે તેમ ઉમેર્યું.

આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નગર સુખાકારી માટે નવા માપદંડ પ્રસ્થાપિત કરવા બદલ પ્રધાનમંત્રીનો આભાર વ્યક્ત કર્યો. તેમણે કહ્યું, સરકારે આ વર્ષે 30 હજાર કરોડ રૂપિયાથી વધુનું બજેટ શહેરી વિકાસ માટે ફાળવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, શ્રી મોદીએ આજે ગાંધીનગરમાં અંદાજે પાંચ હજાર 536 કરોડ રૂપિયાથી વધુની વિકાસ યોજનાઓનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું. આ પરિયોજનાઓમાં શહેરી વિકાસ, માળખાકીય સુવિધા, જળ સંસાધન વ્યવસ્થા, આરોગ્ય સેવા અને મહેસુલી સેવાઓ સહિત અનેક મહત્વની પરિયોજનાઓનો સમાવેશ થાય છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.