મે 25, 2025 7:10 એ એમ (AM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આવતીકાલથી બે દિવસના રાજ્યના પ્રવાસને લઇને લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો

પ્રધાનમંત્રીના ગાંધીનગર પ્રવાસને લઈને લોખંડી બંદોબસ્ત રહેશે. ગાંધીનગર ખાતેના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કાર્યક્રમ માટે 3 હજાર પોલીસ નો બંદોબસ્ત ગોઠવાશે. પ્રધાનમંત્રીના પ્રવાસના રૂટ, રાજભવન, રોડ શો રૂટ અને મહાત્મા મંદિર ખાતે બંદોબસ્ત રહેશે. આ બંદોબસ્તમાં 10 એસપી સહિતના પોલીસ અધિકારી ખડે પગે રહેશે. ગાંધીનગર ખાતે પ્રધાનમંત્રીનો બે કિલો મીટર સુધીનો રોડ શો યોજશે અને આ રોડ શો દરમિયાન પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાશે તેમ ગાંધીનગરના પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમશેટ્ટીએ જણાવ્યું હતું.
બીજી તરફ અમદાવાદમાં પણ એરપોર્ટથી લઈને ઈન્દીરા બ્રીજ સુધીની પ્રધાનમંત્રીની મુસાફરી દરમિયાન બે ડીસીપી સહિત 600 જેટલા પોલીસ કર્મચારીઓ ખડે પગે તહેનાત.