પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નવી દિલ્હીમાં નીતિ આયોગની દસમી ગવર્નિંગ કાઉન્સિલ બેઠકની અધ્યક્ષતા કરી રહ્યા છે. આ બેઠકમાં અનેક રાજ્યોના મુખ્યમંત્રીઓ અને કેન્દ્રશાસિત પ્રદેશોના ઉપરાજ્યપાલો, કેન્દ્રીય મંત્રીઓ અને નીતિ આયોગના ઉપાધ્યક્ષ, સભ્યો અને સીઈઓ હાજરી આપી રહ્યા છે.
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ, હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુ, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ અને છત્તીસગઢના મુખ્યમંત્રી વિષ્ણુ દેવ સાઈ સહિત અનેક લોકો આ બેઠકમાં હાજરી આપી રહ્યા છે. ગવર્નિંગ કાઉન્સિલની બેઠકમાં આ વર્ષની થીમ, ‘વિકસિત રાજ્ય ફોર વિક્સિત ભારત @ 2047’ પરના અભિગમની ચર્ચા થઈ રહી છે.
Site Admin | મે 24, 2025 2:04 પી એમ(PM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં નવી દિલ્હીમાં ચાલી રહેલી નીતિ આયોગની બેઠકમાં ‘વિકસિત રાજ્ય ફોર વિક્સિત ભારત @ 2047’ની ચર્ચા