પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે મહારાષ્ટ્રના જળગાંવ અને રાજસ્થાનના જોધપુરનાં પ્રવાસે જશે.તેઓ સવારે જળગાંવમાં લખપતિ દીદી સંમેલનમાં ભાગ લેશે, જ્યાં તેઓ 11 લાખ નવી લખપતિ દીદીઓને પ્રમાણપત્રએનાયત કરશે અને દેશભરની લખપતિ દીદીઓને સંબોધિત કરશે. તેઓ બે હજાર પાંચ સો કરોડ રૂપિયાનાંભંડોળની પણ શરૂઆત કરશે, જેનાંથી સ્વ સહાય જૂથોનાં આશરે 48 લાખ સભ્યોને લાભથશે. તેઓ પાંચ હજાર કરોડ રૂપિયાના બેન્ક ધિરાણનું પણ વિતરણ કરશે.પ્રધાનમંત્રીસાંજે જોધપુર પહોંચશે. તેઓ રાજસ્થાન વડી અદાલતના હીરક જયંતિ સમાપન સમારોહમાં મુખ્યઅતિથી રહેશે. શ્રી મોદી રાજસ્થાન વડી અદાલતના ન્યાયાલય સંગ્રહાલયનું પણ ઉદઘાટન કરશે.
Site Admin | ઓગસ્ટ 24, 2024 7:53 પી એમ(PM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે મહારાષ્ટ્રના જળગાંવ અને રાજસ્થાનના જોધપુરનાં પ્રવાસે જશે
