મે 23, 2025 8:02 એ એમ (AM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં ઉત્તર પૂર્વ રોકાણકાર સમિટનું ઉદ્ઘાટન કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં ઉત્તર પૂર્વ રોકાણકાર સમિટનું ઉદ્ઘાટન કરશે. આ પરિષદનો ઉદ્દેશ્ય પૂર્વોત્તર ક્ષેત્રમાં ઉપલબ્ધ તકોને ઉજાગર કરવાનો અને વૈશ્વિક અને સ્થાનિક રોકાણોને આકર્ષવાનો છે.
આ અંગે વધુ માહિતી સાંભળીએ અમારા સંવાદાતા તરફથી

(બાઈટ — આદર્શ)

આ બે દિવસીય પરિષદ સાથે ચાલી રહેલા રોડ શો, ગોળમેજી બેઠકો અને રાજ્ય સરકારો અને ઉત્તર પૂર્વીય ક્ષેત્રની રાજ્ય સરકારોના સહયોગથી કેન્દ્ર સરકાર દ્વારા આયોજિત રાજદૂતોની બેઠક પણ પૂર્ણ થશે.